બાળકો માટેનો બ્લોગ

વ્હાલા બાળકો,

સારે નિયમ તોડ દો !

આ બ્લોગ તમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. અહીં તમને મન ફાવે તેટલી ધીંગામસ્તી કરવાની છૂટ છે. અહીં ઉંમરનો કોઈ બાધ નથી શરત માત્ર એટલી કે તમારુ બાળપણ ખોવાઈ ગયું ન હોય. અને હા, કદાચ તમે બાળપણ ગુમાવી બેઠા હો તો અહીં ફરી પાછું મેળવવા માટેનો સુનહરો અવસર છે. તો આવો અને બાળકો હો તો ધિંગામસ્તી કરો અને બાળપણ ગુમાવી ચુક્યાં હો તો ફરી પાછું પ્રાપ્ત કરો.

Advertisements

હગમરટપરનચખપલબ

પ્યારા બાલદોસ્તો,

આજે તમને હું એક વાર્તા કહીશ. બોલો ગમશે ને ?

હા………………..

તો ચાલો બધા શાંતીથી બેસી જાવ અને વચ્ચે વચ્ચે વાતો નહીં કરવાની હો

હો…………….

તો સાંભળો

એક નાનકડું ગામ હતું. આ ગામમાં બધા ’ગજરત’ ભાષા બોલતાં હતાં.

ગજરત ? એ વળી કઈ ભાષા?

જુઓ ’ગજરત’ ભાષા ગુજરાતી ભાષાના જ વ્યંજનોનો ઉપયોગ કરે પણ તેમાં કાનો, માત્રા કે અનુસ્વાર ન હોય વળી બે શબ્દોને છુટા પાડવા માટે વચ્ચે જગ્યા પણ ન છોડવામાં આવે. તો હવે તમે સમજી ગયાં ને કે ’ગજરત’ ભાષા કેવી હોય?

હા…………………………

બોલ સંદીપ તારું નામ ’ગજરત’ માં કેવી રીતે લખાય?

સંદીપ : સંદપ

ખોટ્ટું

બીજો છોકરો : સદપ

હા હવે સાચું.

ગાય ચરે છે. તેને ’ગજરત’ ભાષામાં શું કહેવાય?

એક બાળક: ગય ચર છ

બીજો બાળક કહે ના ના તેમાં વચ્ચે જગ્યાં ન હોવી જોઈએ.

ગયચરછ આમ કહેવાય.

હા તારી વાત સાચી.

તો આ ગામમાં એક વાણીયા વેપારીની કરીયાણાની દુકાને જઈને એક બહેને થડા પર બેઠેલા વાણીયાને કહ્યું કે

હગમરટપરનચખપલબ
લલજગપલજનખતમડદ

બોલો હવે કોણ કહી શકશે કે તેણે શું કહ્યું?

બધા છોકરા તો માથું ખંજવાળવા લાગ્યાં.

તો બાલદોસ્તો, તમે પણ વિચારી રાખજો કે તે બહેને વાણીયાને શું કહ્યું હશે.

તો મળશું પાછા આવતા હપ્તે . . . . .

જૂકા પેટ ફૂટ્યા – ગિજુભાઈ બધેકા

ગિજુભાઈની બાળવાર્તાઓ પ્રથમ દૃષ્ટિએ સાવ જોડકણાં જેવી લાગે પણ તેની અંદર બાળકોની સમજશક્તિ સહજ રીતે વિકસાવવા માટેની કળા છુપાયેલી છે.

આ વાર્તા જોઈએ તો તેમાં કેવી સાહજીકતાથી બાળકોનો શબ્દ ભંડોળ વધે, કોનું શું કાર્ય છે તે સમજાય, શબ્દ દ્વારા કહેતાવેત સામેના પાત્ર પર તેવી અસર થાય છે તેવુ દર્શાવીને શબ્દશક્તિનો યે મહિમા ગાયો છે. આ ઉપરાંત બાળકોની કલ્પનાશક્તિએ વિકસાવવાનો પ્રયાસ છે. અત્યારની વીડીયો ગેમમાં જેમ સોફ્ટવેરની મદદથી પાત્રોને અનેક શક્તિઓ પ્રદાન કરાવવામાં આવે છે તે રીતે અહીં શબ્દની તાકાત દર્શાવી છે. નાના બાળકો લગભગ કોરી પાટી લઈને આવ્યાં હોય છે. તેમને જે કહેવામાં આવે તે સાચું માની લેતા હોય છે. ધીરે ધીરે તેઓ સમજે છે કે કહેવાતી વાતો અને વાસ્તવિકતામાં ફેર હોય છે. સાવ નાના બાળકો વાર્તાનો જેટલો આનંદ માણી શકે છે તેટલો આનંદ મોટા નથી માણી શકતા કારણકે બાળકો વાર્તા સાંભળતા સાંભળતા શબ્દો પ્રમાણે ભાવ પણ અનુભવતાં હોય છે જ્યારે મોટેરાઓ ?


Shishu_Katha_007


Shishu_Katha_008


કાગડો અને કોઠીંબુ – ગિજુભાઈ બધેકા

ગુજરાતના સમર્થ બાળકેળવણીકાર સ્વ. ગિજુભાઈ દ્વારા સંપાદિત બાલવાર્તાઓમાંથી કેટલીક શિશુકથાઓ પસંદ કરીને તૈયાર કરેલ સંગ્રહ ’ગિજુભાઈની – શિશુ કથાઓ’ માં કુલ ૧૫ શિશુકથાઓ છે. જે અહીં બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે ક્રમે ક્રમે રજુઆત પામશે. તો તૈયાર થઈ જાઓ આજની વાર્તા વાંચવા માટે. વાર્તાનું નામ છે “કાગડો અને કોઠીંબુ”.


કાગડો અને કોઠીંબુ

કાગડો અને કોઠીંબુ